Home સુરેન્દ્રનગર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા ‘સેલ્ફી વિથ માય ફાધર, સેલ્ફી વિથ...

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા ‘સેલ્ફી વિથ માય ફાધર, સેલ્ફી વિથ સંકલ્પ’ અભિયાન ચલાવવામાં આવ્યું

340
0

સુરેન્દ્રનગર: 22 નવેમ્બર


વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવે તેમજ ૧ ડિસેમ્બરના રોજ નાગરિકો મતદાન અવશ્ય કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સરલા દ્વારા ‘સેલ્ફી વિથ માય ફાધર, સેલ્ફી વિથ સંકલ્પ’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાના વિધાર્થીઓએ પોતાનાં પિતા સાથે અને મતદાન કરવાનાં સંકલ્પપત્ર સાથે સેલ્ફી લઈ મતદાન જાગૃતિની દિશામાં પ્રયાસ, હાથ ધર્યો હતો.

 

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here