Home અંબાજી શ્રી શક્તિ કેન્દ્રના ઉપક્રમે ગબ્બર તળેટી મા અદભુત આરતી યોજાઇ

શ્રી શક્તિ કેન્દ્રના ઉપક્રમે ગબ્બર તળેટી મા અદભુત આરતી યોજાઇ

164
0
અંબાજી : 7 માર્ચ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી થી 3 કિલોમીટર દુર ગબ્બર પર્વત આવેલ છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ગબ્બર ખાતે સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા સમય બાદ ગબ્બર ખાતે લેઝર લાઈટ શો શરુ થઇ જવા રહ્યો છે. આજે ગબ્બર તળેટી એન્ટર ચોક ખાતે સાંજે 6:30 વાગે શક્તિ કેન્દ્ર ના ઉપક્રમે આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગબ્બર પર્વત તળેટી ખાતે શક્તિ કેન્દ્ર ના ઉપક્રમે આરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરતીમા ગબ્બર ખાતે ભિક્ષાવૃતી કરતા બાળકોએ ભાગ લીધો હતો. ગબ્બર ખાતે આજ પહેલા આવો આરતીનો કાર્યક્રમ યોજાયો ન હતો. આજે સાંજે અદભુત આરતી ગબ્બર તળેટી ખાતે યોજાઈ હતી. શક્તિ કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ , અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલ પણ હાજર રહ્યા હતા. પગથિયા પર આરતી નો સુંદર નજારો જોવા મળ્યો હતો

અહેવાલ:  અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here