Home સુરેન્દ્રનગર લીંબડીના રળોલની સીમમાં બનનાર વેસ્ટ પ્લાન્ટનો 10 ગામોના લોકોએ વિરોધ કર્યો લોક...

લીંબડીના રળોલની સીમમાં બનનાર વેસ્ટ પ્લાન્ટનો 10 ગામોના લોકોએ વિરોધ કર્યો લોક સુનાવણી કાર્યક્રમમાં અધિક કલેક્ટર, પ્રદુષણ બોર્ડના અધિકારી સામે કાળા વાવટા ફરક્યા

227
0
સુરેન્દ્રનગર : 22 એપ્રિલ

લીંબડી તાલુકાના રળોલ ગામની સીમમાં 2.75 લાખ મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા વેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમન હેઝાર્ડસ વેસ્ટ ટ્રીટમેન્ટ, સ્ટોરેજ ડિસ્પોઝલ, ફેસીલીટીસ સહિતના વેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનું આયોજન થવાને કારણે ખેતીની ફળદ્રુપ જમીન, પશુ-પક્ષી અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવાનો ભય વ્યક્ત કરી 10 ગામોના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ઓદ્યોગિક ઘન વેસ્ટ પ્લાન્ટનું નિર્માણ થવાનું આયોજન કરાયું તેની આજુબાજુમાં વિસ્તારમાં રહેતા રળોલ, ગેડી, કાનપરા, પાણશીણા, જાંબુ સહિત 10 ગામોના લોકોએ વેસ્ટ પ્લાન્ટનો ભારે વિરોધ નોંધાવ્યો હતો.


ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અધિક કલેક્ટર એન.ડી.ઝાલા અને GPCBના ઓફિસર કે.કે.લકુમની હાજરીમાં વેસ્ટ પ્લાન્ટના નિર્માણ સ્થળ ઉપર લોક સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોક સુનાવણી કાર્યક્રમમાં 10 ગામોના હજારો લોકો આવી પહોંચ્યા હતા. અધિક કલેક્ટર, પ્રદૂષણ બોર્ડના ઓફિસર સહિત હાજર અધિકારીઓ સામે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. વેસ્ટ પ્લાન્ટને અન્ય સ્થળે ખસેડવા દસેય ગામોના લોકોએ લેખિતમાં રજૂઆત કરી હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસનો પરસેવો વળી ગયો હતો. હજારો લોકોની ભીડનો ગુસ્સો જોઈ લોક સુનાવણી કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here