Home સુરેન્દ્રનગર લીંબડીના ચકચારી છેતરપિંડી કેસમાં ચીફ કોર્ટનો ચુકાદો કાયમી રાખતી એડીશનલ સેશન્સ કોર્ટ

લીંબડીના ચકચારી છેતરપિંડી કેસમાં ચીફ કોર્ટનો ચુકાદો કાયમી રાખતી એડીશનલ સેશન્સ કોર્ટ

189
0

સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરી


વર્ષ 2017માં ચીફ કોર્ટ બે આરોપીઓને 3.5 વર્ષની સજા ફટકારી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રહેતા ફળના વેપારીને ફળ વિદેશમાં નિકાસ કરવાનું કહી વડોદરાના શખ્શ વર્ષ 2003માં છેતરપિંડી આચર્યાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ચીફ કોર્ટે બે આરોપીઓને વર્ષ 2017માં 3.5 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈને આરોપીઓએ એડીશનલ સેશન્સ કેસમાં કેસ કરતા એડીશનલ સેશન્સ કોર્ટે ચીફ કોર્ટનો ચૂકાદો માન્ય રાખ્યો છે.

લીંબડીમાં રહેતા ગંગારામભાઈ સુખાભાઈ દલવાડીને વિદેશમાં ફળ નિકાસ કરવાનું કહીને વડોદરાની પંચવટી સોસાયટીમાં રહેતા અજય રમણીકભાઈ શ્રીમાળી અને દેવજીભાઈ કાનજીભાઈએ છેતરપીંડી કરી હતી. જેમાં ગંગારામભાઈએ રૂપીયા 6,98,600 બન્ને આરોપીઓને આપ્યા હતા. આ બનાવની ફરીયાદ વર્ષ 2003માં લીંબડી પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગેનો કેસ તા. 17-1-17ના રોજ ચાલી જતા લીંબડી ચીફ જયુડીશીયલ કોર્ટે બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવી 3 વર્ષ અને 6 માસની સજા તથા રૂપીયા 1 હજારનો દંડ કર્યો હતો.

ચીફ કોર્ટના આ ચુકાદાથી નારાજ થઈને બન્ને આરોપીએ લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ કોર્ટમાં તા. 9-1-2017ના રોજ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલવા દરમીયાન દેવજીભાઈ કાનજીભાઈનું અવસાન થતા તેમને એબેટ કરાયા હતા.જ્યારે આ અંગેનો કેસ તાજેતરમાં લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વાય.જે. યાજ્ઞીકની દલીલો, 4 મૌખીક અને 9 દસ્તાવેજી પુરાવાના આધારે એડીશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી અજય રમણીકભાઈ શ્રીમાળીને ચીફ કોર્ટે ફટકારેલી સજા કાયમ રાખતો ચૂકાદો આપ્યો છે. જેમાં અજય શ્રીમાળીને 3 વર્ષ અને 6 માસની સજા તથા રૂપીયા 1 હજારનો દંડ ફટકારાયો છે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here