પાટણ: 19 મે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.
આજ રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટરમા ડ્રોન અને એડવાન્સ ઈલેક્ટ્રોનિક ટેકનોલોજી વિષય ઉપર વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ વર્કશોપમાં પાંચ જુદી જુદી શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીની નો ઉપયોગ થકી મનુષ્યના જીવન સુગમ બને છે. આ વર્કશોપમાં ગેલારી ગાઈડ અને ટુર ગાઈડ દ્વારા જુદા જુદા ટેકનોલોજીના વર્કીંગ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું
શાળામાંથી આવેલા બાળકોમાં રહેલા પ્રતિભાને બહાર લાવવા અને એમના જ્ઞાનને ગમ્મત સાથે વધારે બહોળું બનાવવાના હેતુથી રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ દ્વારા વેકેશન દરમિયાન એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આગળ બાળકોને હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની માહિતી આપવામાં આવી હતી. પાટણ જિલ્લામાં આ પ્રકારનો સાયન્સ સેન્ટર જોઈને અને ત્યારબાદ વોરકશોપમાં ભાગ લઈને તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ અનુભવ્યા હતા.