પાટણ : 10 ઓગસ્ટ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણમાં ખાદી ભંડાર તેમજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર ઓફિસ અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લેહરવા માટેની ખરીદી કરી છે . સરકારના આધ્યાનને લોકો આવકારી રહ્યા છે.
વિઓ 1 આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે લોકોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે વિવિધ પોસ્ટ ઓફિસો અને ખાદી ભંડારોમાં પણ રાષ્ટ્રધ્વજ નું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે . પાટણમાં પણ ત્રણ દરવાજા ખાતે આવેલ ખાદી ભંડારમાં અને મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેને લઇ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.જેથી સારા એવા પ્રમાણમાં આવક પણ થવા પામી છે.
વિઓ 2 પાટણ શહેરના ત્રણ દરવાજા ખાતે આવેલ ખાદી નિકેતન ના મેનેજર પરસોતમભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે એ જણાવ્યું હતું કે 5 દિવસથી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં 4200 જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે જેને કારણે ખાદી ભંડારને દોઢ લાખથી વધુની આવક થવા પામી છે.ખાદી ભંડાર ખાતે પ્રથમવાર જ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકોએ રાષ્ટ્રધ્વજ ખરીદવામાં અનેરો ઉત્સાહ દાખવ્યો છે . સરકારના હર ઘર તિરંગા અભિયાનને કારણે રાષ્ટ્રધ્વજ બનાવનાર કારીગર થી લઈને વેચનાર તમામ લોકોને રોજગારી મળી છે ખાદી ભંડાર પણ પગભર થયો છે.
મુખ્ય હેડ પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર પીએ ભી લે જણાવ્યું હતું કે પાટણ પોર્ટલ ડિવિઝનના તાબા હેઠળની નાની મોટી તમામ 271 જેટલી પોસ્ટ ઓફિસોમાં ટેલી ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે 25 રૂપિયાના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે . 21000 તિરંગા મંગાવ્યા હતા તેની સામે 12,800 નો સ્ટોક આવ્યો હતો તેમાંથી 12,500 નું વેચાણ થઈ ગયું છે હાલમાં માત્ર 300 નો સ્ટોક છે જે પણ પૂરો થઈ જશે બીજા 10,000 તિરંગા મંગાવ્યા છે જે આવશે એટલે 15 મી તારીખ સુધી તેનું પણ વેચાણ કરવામાં આવશે અત્યાર સુધીમાં 12,500 તિરંગા નું વેચાણ થયું છે જેનાથી પોસ્ટને ત્રણ લાખ રૂપિયાની આવક થવા પામી છે.