Home મહીસાગર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો...

મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે….

110
0

મહીસાગર: 18 ડિસેમ્બર


વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જોડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા ૩૦ વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૫૭.૫૫ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી….

દક્ષાબેન પગી ભરોડી ગ્રામ પંચાયત સરપંચ…
વિરપુર થી ડેભારી રોડ પર‌ આવેલ ઉમરીયા ગામને જોડતા રોડની માંગણી છેલ્લા પાંચ વર્ષથી એક સરપંચ તરીકે મેં આવાર નવાર સાસંદ સભ્ય તેમજ ધારાસભ્ય સહિતના અનેક હોદેદારોના લેટર પેડ પર તેમજ ગ્રામ પંચાયતના લેટર પેડ પર અનેક રજુઆતો કરવામાં આવી છે ત્યારે વર્ષના છેલ્લા મહિનામાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અમારા ગામને જોડતા રોડની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને રોડની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા અમારી વર્ષો જુની માંગણી સ્વીકારી તે બદલ સરકાર તેમજ વહીવટી તંત્રનો આભાર.

અહેવાલ : વિપુલ જોષી વિરપુર, મહીસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here