Home સુરેન્દ્રનગર લીંબડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ મોબાઇલમાં વ્યસ્ત દર્દીઓ પરેશાન

લીંબડી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ મોબાઇલમાં વ્યસ્ત દર્દીઓ પરેશાન

175
0

સુરેન્દ્રનગર: 19 ડિસેમ્બર


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં નવનિયુક્ત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ડ્યુટીના સમયે મોબાઇલમાં મસ્ત રહેતા દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. આેપીડીના સમયે પણ નવા મુકાયેલ ડોક્ટરો તેમજ સ્ટાફ નર્સ સહીતનો સ્ટાફ મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોવાની ફરીયાદો ઉઠી છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓને સારવાર માટે કોઇ પુછપરછ કરવી હોય તો હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય જવાબ આપવાના બદલે ઉડાઉ જવાબ આપવામાં આવતો હોવાની પણ ફરીયાદો ઉઠી છે. લીંબડી શહેર હાઇવે પરનું હોવાથી ૨૪ કલાક ઇમર્જન્સી સહીતના કેસો આવતા હોવા છતાં હોસ્પિટલ સત્તાધીશો દ્વારા હૌતા હૈ ચલતા હૈ ની નિતી અપાવવામાં આવતા દર્દીઓ અને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છેમ હોસ્પિટલમાં ફરજ દરમિયાન મોબાઇલમાં જ મગ્ન રહેતા ડોક્ટરો અને કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઇ દર્દીબો જીવ જશે તો હોસ્પિટલ તંત્ર સામે આંદોલન થાય તેવા પણ અેંધાણ વર્તાઇ રહ્યાં છે

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here