વેરાવળ : 10 માર્ચ
માછીમાર આગેવાનોએ ગાંઘીનગરમાં બેઠકો કરી માછીમારોની વર્તામાન સ્થિતિથી સરકારને વાકેફ કરી મદદરૂપ થવા ગુહાર લગાવી
દરીયો ખેડવા માટે જરૂરી એવા ડીઝલ અને કેરોસીનનો માછીમારો માટેનો વાર્ષીક કવોટો ડબલ કરવા તથા સહાયની રકમ વઘારવા સહિતના માછીમારોના જુદા જુદા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અર્થે અખીલ ભારતીય ફીશરમેન એસો.ના પદાધિકારીઓનું એક પ્રતિનીધી મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહીતના સંબંઘિત વિભાગોના મંત્રીઓને રૂબરૂ મળી સવિસ્તા રજુઆત કરી હતી. જે અંગે પ્રશ્નોનું કંઇ રીતે વ્હેલીતકે નિરાકરણ લાવી શકાય તે બાબતે અઘયન કરી ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને વાવાઝોડા જેવી સતત આવતી કુદરતી આફતોના કારણે માછીમારી વ્યવસાય તેના સૌથી મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહયો છે. ત્યારે માછીમારોને રાહત મળવાની સાથે માછીમારી વ્યવસાયમાં ફરી પ્રાણ ફુંકાવવાની સાથે ઘમઘમતો થાય તે હેતુસર માછીમારોની માંગણી અને પ્રશ્નોને લઇ અખીલ ભારતીય ફીશરમેન એસો.ના હોદેદારોનું એક પ્રતિનિઘિ મંડળ તાજેતરમાં ગાંઘીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા મત્સ્યોધોગ મંત્રી જીતુભાઇ ચૌધરીની રૂબરૂ મળી બેઠક કરી હતી. જેમાં પ્રતિનિઘિ મંડળના સભ્યોએ માછીમારોની માંગણી અને પડતર પ્રશ્નોની સવિસ્તાર રજુઆત કરી વ્હેલીતકે તેનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.
આ બેઠક અંગે ફીશરમેન એસો.ના ગુજરાત પ્રમુખ તુલસીભાઇ ગોહેલએ જણાવેલ કે, છેલ્લા ઘણા વર્ષોથી નજીકના દરીયામાં મચ્છી ન મળતી હોવાથી માછીમારોને ફીશીગ માટે દરીયામાં દુર દુર સુઘી જવુ પડી રહયુ હોવાથી ખર્ચ વઘી રહયો છે. ત્યારે વર્ષોથી માછીમારોને દરીયો ખેડવા માટે હાલ વાર્ષીક 21 થી 24 હજાર ડીઝલના જથ્થાનો કવોટો મળે છે. જે વર્તમાન પરિસ્થિતિને ઘ્યાને રાખી તેને વાર્ષીક 42 થી 45 હજાર કરવો જરૂરી છે. માછીમારોને પોતાની ફીશીગ બોટો માટે સંપૂર્ણ સેલટેક્ષ ફ્રી ડીઝલ મળી તેવી વ્યવસ્થા અમલી બનાવવા, ઓ.એચ.એમ. ફાઇબર હોડીઓના વપરાશ માટે હાલ પ્રતિ માસ 150 લીટર કેરોસીનનો કવોટો હોય જેમાં વધારો કરીને પ્રતિ માસ 450 લીટર કરવો જોઇએ. ઓ.બી.એમ. ફાઇબર હોડીઓનો ઉપયોગ માટેના કેરોસીન ઉપર લીટરદીઠ હાલમાં રૂ.25 રાહત આપવામાં આવે છે તે વધારીને લીટરદીઠ રૂ.50 ની સહાય ચુકવવાની માંગણી કરી છે. આ ઉપરાંત બંદર અને માછીમારોના અનેક પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ છે.
જો કે, માછીમારોના તમામ પ્રશ્નોનું અઘયન કરી મુખ્યમંત્રી, નાણામંત્રી, મત્સ્યોધોગ મંત્રીએ વ્હેલી તકે નિરાકરણ લાવવાની ખાત્રી આપેલ હતી. આ પ્રતિનિઘિ મંડળમાં અખીલ ભારતીય ફીશરમેન એસો.ના પ્રમુખ વેલજીભાઈ મસાણીની આગેવાનીમાં જુદા-જુદા એસો.ના મુકેશ પાંજરી, રમેશ ડાલકી, દામોદર ચામુડીયા સહીતના માછીમાર અગ્રણીઓ સાથે રહયા હતા.