ગોધરા : 12 ફેબ્રુઆરી
ભારતના અભિન્ન અંગ અને ઋષિ કશ્યપ સહિતના ઋષિમુનિઓ અને દેવતાઓના પ્રિય એવુ કાશ્મીર એ ભારત માતા ના મુગટ સમાન છે વર્ષો સુધી ધરતીના સ્વર્ગ ને આતંકી પ્રવૃત્તિથી રક્તરંજિત કરવામાં આવી રહ્યું છે સેંકડો ભારત માતા ના વીર જવાનો ના પ્રાણની આહૂતિ તથા કાશ્મીરના મૂળનિવાસી હિન્દુઓના સંઘર્ષ બાદ પણ કાશ્મીરને ઈસ્લામિક આતંકવાદ થી પૂર્ણ રીતે મુક્ત કરવાના આજે પણ પ્રયાસો ચાલી રહ્યા છે આવા સંજોગોમાં પોતાના ધંધા વધારવા અને ધંધાને વિકસાવવા માટે તથા માર્કેટિંગ ની હરીફાઈ કરી રહેલા હ્યુન્ડાઇ મોટર્સ,kia motors, ડોમિનોઝ પિઝા, kfc વિગેરે જેવીમલ્ટીનેશનલ કંપનીઓ એ 5/2/2022 ના દિવસે એટલે કે પાંચ મી ફેબ્રુઆરી ને પાકિસ્તાન “કાશ્મીરી એકતા દિવસ” તરીકે ની ઉજવણી કરે છે તે દિવસે આ કંપની ના પાકિસ્તાન સ્થિત યુનિટોના સોશિયલ મીડિયા હેન્ડલર્સ દ્વારા કાશ્મીર ની સ્વતંત્રતા સંબંધિત ભારત વિરોધી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી ત્યારબાદ ભારતમાં દેશ ભક્તો અને આ કંપનીઓ ના તેના વપરાશકાર નાગરિકો ભડકયા જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આજે એ વાયરલ પોસ્ટનો સખત શબ્દમાં વિરોધ કરી રહ્યું છે.
આ વિરોધના ભાગરૂપે આ જે તે કંપનીઓ કે જે ભારતમાં પણ સ્થિત છે તેમના ફ્રેન્ચાઇઝ ના સ્થાન પર જઇ ને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એવા સ્ટીકરો કે પ્લેકાર્ડ ચોટાડી વિરોધ નોંધાવ્યો આ મામલો ભારત ની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો હોય ત્યારે આ બધી કંપનીઓના સોશિયલ હેન્ડલરો એ ખોટી અને ભ્રામક ટીપ્પણી ઓ કરવાનું ટાળવું જોઈએ ભારતની ભૂમિએ વિદેશોના રોકાણ માટે એક સ્વર્ગ સમાન છે જે મુક્ત વેપાર માટે ના એક આદર્શ અને વૈશ્વિક ધારા ધોરણ પ્રમાણે નું વાતાવરણ પૂરું પાડે છે જે આપણા દેશવાસીઓ માટે એક ગર્વની વાત છે
આ પ્રકારના કાર્યક્રમ ના માધ્યમ થી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા મલ્ટીનેશનલ કંપની ઓ નો વિરોધ નોંધાવવા માં આવ્યો .