પાટણ : 8 મે
પાટણ શહેરની નોથૅ ગુજરાત એજયુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા શનિવાર નાં રોજ “વસુંધરા સંવર્ધન” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વસુંધરા સંવધૅન રેલી સ્કૂલ પરિસર ખાતે થી પ્રસ્થાન પામી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘ધરતી બચાવવાના ઉપાયો’ વિષય પર પત્ર લેખન પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપરોક્ત પત્રો પહોંચતા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ લાવવા વસુંધરા સંવર્ધન કરવા માટે સુંદર સુવિચારો તથા ચિત્રો દોરી પ્રચાર પત્રો બનાવવામાં આવ્યા હતા. લોકજાગૃતિ ને ધ્યાનમાં રાખી શાળાના આચાર્ય રાજેન્દ્ર માલવાલ, ઉપઆચાર્ય ચિરાગભાઈ પટેલ તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા વસુંધરા બચાવો ના પ્રચાર પત્રો દ્વારા અવિસ્મરણીય ભવ્ય રેલીનું આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
સંસ્થાના એજ્યુકેટીવ ડાયરેક્ટર જે.એચ. પંચોલી દ્વારા આ સમગ્ર રેલીને અભિવાદિત કરી શાળા અને વિદ્યાર્થીઓના આ યથાર્ત પ્રયત્ન ને ખૂબ જ બિરદાવ્યો હતો.