પાટણ : 11 ઓગસ્ટ
રક્ષાબંધન પર્વને અનુલક્ષીને પ્રદેશ ભાજપની મહિલા મોરચા ટીમ દ્વારા આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારી કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ બહેનના આ પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની બહેનોએ પ્રજાની સુરક્ષાની જવાબદારી સંભાળતા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિત કર્મચારીઓને રાખડી બાંધી તેઓ હંમેશા સ્વસ્થ અને સુરક્ષિત રહે તેમજ પ્રજા અને મહિલાઓની સુરક્ષા કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી