પાટણ: 20 મે
ભારતીય શિક્ષા પદ્ધતિને આદર્શ ગુરુકુળ પ્રણાલીમાં વિશ્વની મુખ્યધારા ના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે ભારતીય શિક્ષણ મંડળની બેઠક પાટણ ખાતેના ગાયત્રી મંદિર સામે આર એસ એસ કાર્યાલય પર મળી હતી.
આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળના અલ્પકાલીન વિસ્તારિકા નેહા બેન ચાવડા એ બેઠકમાં ઉપસ્થિત રહેલા ભારતીય શિક્ષણ મંડળના સભ્યોને આગામી અભ્યાસવર્ગ ની માહિતી આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે અભ્યાસ વર્ગ થકી વ્યક્તિત્વ વિકાસ થાય છે ત્યારે ત્રિદિવસીય અભ્યાસ વર્ગ મા સમગ્ર ભારત વર્ષના શિક્ષણવિદ ઉપસ્થિત રહેશે અને શિક્ષણમાં ભારતીય મૂલ્યો ને લાવવા બાબતે ચિંતન કરશે.આ અભ્યાસ વર્ગ મહારાષ્ટ્રના ચંદ્રપૂર ખાતે યોજાશે જેમાં વધુમાં વધુ શિક્ષકો, પ્રોફેસર અને સંશોધકો જોડાય તે જરૂરી હોવાનું નેહાબેને જણાવ્યુ હતું, ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આજેય અંગ્રેજી કરણ જોવા મળે છે તેનું ભારતીયકરણ થવું જોઈએ ત્યારે ભારતીય શિક્ષણ મંડળ રાષ્ટ્રીય પુનરુત્થાન માટે પ્રાથમિકથી લઈ ને ઉચ્ચ શિક્ષા સુઘી સંપૂર્ણ શિક્ષાને ભારતીય મૂલ્યો પર આધારિત, ભારતીય સંસ્કૃતિની જડોથી પોષિત તથા ભારત કેન્દ્રિત બનાવવા માટે નીતિ, પાઠ્યક્રમ તથા પદ્ધતિમાં ભારતીયતા લાવવા માટે આવશ્યક અનુસંધાન, પ્રબોધન, પ્રશિક્ષણ, પ્રકાશન, અને સંગઠન કરવું તે તેનુ ધ્યેય છે. ત્યારે આ બેઠકમાં પાટણ આર્ટ્સ કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. લલિતભાઈ પટેલ, યુવા આયામ સહપ્રમુખ કિરણબેન પ્રજાપતી, ડૉ, અશ્વિનભાઈ મોદી, પત્રકારત્વ વિભાગ ના ટિચિંગ આસિસ્ટન્ટ ભરતભાઈ ચૌધરી, નીસર્ગભાઈ ખમાર, સંતોષભાઈ મહેશ્વરી, વિજયાબેન બારોટ સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.