પાટણ : 3 સપ્ટેમ્બર
પાટણ શહેરના કુલડીવાસ ખાતે છેલ્લા 15 દિવસથી પડેલા ગટરના ભુવાનું સમારકામ પાલિકા દ્વારા કરવામાં ન આવતા અંતે રહીશો દ્વારા કોંગ્રેસના સભ્યો સાથે મળીને નગરપાલિકા ભૂગર્ભ ગટરના ચેરમેનનું પૂતળા દહન કરી પાલિકા સામે ભારે વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરમા થયેલ ભારે વરસાદને કારણે ના વોર્ડ નંબર 7 માં આવેલ કુલડીવાસ નજીક મુખ્ય માર્ગ વચ્ચે ભૂગર્ભ ગટરમાં મોટું ભંગાણ થતા રસ્તા વચ્ચે સાત ફૂટ થી મોટો ભૂવો પડ્યો હતો. ખાડો ખુલ્લો રહેતા તેમાંથી ભૂગર્ભ ગટરના ખુલ્લા રહેતા પાણીના કારણે દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા ત્યારે સત્વરે તેનું પુરાણ કરવા બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં પાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી પડેલા ભુવાનું સમારકામ યોગ્ય રીતે હાથ ન ધરાવતા સ્થાનિક રહીશો કંટાળી કોંગ્રેસના સભ્યોને સાથે રાખી વિસ્તારમાં ચક્કાજામ કરી નગરપાલિકાના સત્તા દિવસો વિરુદ્ધ સૂત્રો ચાર પોકારી ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન જયેશ પટેલ નું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભરત ભાટિયા વિપક્ષ નેતા
ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે ભુવો પડ્યો છે તે જગ્યાએ બુકડી દુખવાડા બંને બાજુની ક્રોસ પાઇપ લાઇન 25- 30 વર્ષ જૂની હોઈ ચેમ્બર પાસે જ અડધી ખવાઈ ગઈ હતી જે નવી નાખવામાં આવી છે વોટર વર્કસનું કામ પૂર્ણ કરી ચેમ્બરમાં જામ થયેલ માટી કાઢી ટૂંક સમયમાં આ ભુવો પુરવામાં આવશે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર ના ખોટા આક્ષેપો કરી રાજકારણ કરી રહ્યું છે.