Home પાટણ પાટણમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનુ કૌભાંડ lcb એ ઝડપ્યું…

પાટણમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનુ કૌભાંડ lcb એ ઝડપ્યું…

90
0

પાટણ: 19 મે


પાટણ જિલ્લામાં થોડાક દિવસ પહેલા નકલી આરસી માર્ટ બુક બનાવવાના રાજયવ્યાપી કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે . જેમાં પાટણ જિલ્લા એલસીબી પોલીસે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું છે . જેમાં ૪ જેટલા શખ્સોની ગેગ દ્વારા લોકો પાસેથી રૂપિયા લઈ નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપતા હોવાની માહિતી મળી છે . નકલી લાઇસન્સ બનાવતી ૪ શખ્સોની ગેગમાંથી એલસીબી પોલીસે ૨ શખ્સોને પકડી લીધા છે અને બે શખ્સો ફરાર છે .

પાટણ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે , કેટલાક શખ્સો ભેગા થઈ રૂપિયા લઈને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપે છે . જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરતા બે શખ્સો મળી આવ્યા હતા . જેઓને પાટણ એલસીબી ઓફ્સિ ખાતે લાવી તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે , અમે ૪ શખ્સો ભેગા મળીને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવીને તેને રૂપિયા લઈ તેનું વેચાણ કરીએ છીએ . પોલીસે પટેલ ભાવિક રમેશભાઈ ( રહે . બાલીસણા ) અને ઠાકોર નરેશ ગાંડાજી ( રહે . આંબલીયાસણ ) વિરૂદ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર રહેલા બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here