પાટણ : 9 ઓગસ્ટ
પ્રદેશ કોંગ્રેસની આદેશ અનુસાર પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન પાટણ ખાતે કરવામાં આવ્યું હતું શહેરના ત્રણ દરવાજાથી કોંગ્રેસ આગેવાનો કાર્યકરો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ પગપાળા રેલી સ્વરૂપે શહેરના જાહેર માર્ગો પર નીકળ્યા હતા રેલીના માર્ગો પર કોંગ્રેસ આગેવાનો કાર્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચારો કર્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે દરેક ઘર ઉપર તિરંગાઓ લહેરાવવામાં આવી રહ્યા છે . જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા પણ ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ત્રણ દરવાજા ખાતેથી ભારત જોડો યાત્રા પ્રસ્થાન પામી હતી આ યાત્રામાં કોટન ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે સૂત્રોચાર કરતા શહેરના જાહેર માર્ગો ઉપર નીકળ્યા હતા . યાત્રાના માર્ગો ઉપર કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ હમારે હાથમે ઝંડા હૈ ઉનકે હાથ મેં ડંડા હૈ હમ જોડેંગે ઝંડો સે વો તોડેંગે ડંડો સે ના નારાઓ લગાવ્યા હતા . પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે તિરંગો એ ભારતની આનબાન અને શાન છે તેના ઉપર દરેક ભારતીય નો અધિકાર છે . લોકોમાં તિરંગા પ્રત્યે માન થાય અને જાગૃતિ આવે તે માટે વર્ષોથી કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા . સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોંગ્રેસના શાસનમાં શરૂ કરવામા આવ્યું હતું . દરેક લોકોમાં દેશ પ્રત્યે માન સન્માન જળવાઈ રહે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હોવાનું જણાવ્યું હતું .