પાટણ : 11 મે
પાટણ શહેર સહિત પંથકના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડતી પાટણની જનતા હોસ્પિટલ માં આજે અદ્યતન સુવિધાઓ સાથે ની આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે જેનું ઉદઘાટન હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
પાટણ એ ઐતિહાસિક નગરી ની સાથે સાથે તબીબી નગરી તરીકે પણ જાણીતી છે અહીં અનેક વિધ નિષ્ણાત તબીબોની હોસ્પિટલો કાર્યરત હોવાથી પાટણ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ પાટણ ખાતે સારવાર અર્થે આવે છે. તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી પાટણની જનતા હોસ્પિટલમાં છેલ્લા ૨૧ વર્ષથી દર્દીઓને રાહત દરે આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આધુનિક બદલાતા યુગમાં હોસ્પિટલોમાં પણ કોર્પોરેટ લુક જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણની જનતા હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓથી સજ્જ આધુનિક લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. જેનું વિધિવત રીતે લોકાર્પણ આજે હોસ્પિટલના પ્રમુખ મનસુખભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જનતા હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો. પ્રમોદભાઈ પટેલ, ડો. શરદ પટેલ, ડો. પ્રતિક શાસ્ત્રી, ડો. હિમાંશુ પટેલ, ડો, નીકુલ ઠક્કર, ડો. સાગર ગુપ્તા, ડો. મુનીન્દ્ર રાવલ, ડો. મિહિર દવે તથા ડોક્ટર્સ સ્ટાફ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.