પાટણ : 7 મે
પાટણ શહેરના રશિયન નગર નજીક ગતરાત્રિએ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી . કારચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો . ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ગરમીને કારણે ચાલુ વાહનોમાં આગ લાગવાના બનાવો પણ વધવા પામે છે ત્યારે ગતરોજ પાટણ સિધપુર હાઈવે રોડ ઉપર રશિયન નગર પાસે થી પસાર થઈ રહેલ એક કારમાં કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ કારચાલકે સમય સુચકતા વાપરી કારમાંથી ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને પગલે હાઇવે માર્ગ ઉપર અફરતફડી મચી જવા પામી હતી.ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.