થાનગઢ તાલુકા ના તરણેતર ગામે દર વર્ષે યોજાતા તરણેતરીયા લોકમેળામાં વિવિધ પ્રકારની હરીફાઇ યોજાય છે,જેમાં છત્રી હરીફાઈમાં થાનગઢ તાલુકા ના વિજળીયા ગામના ઘુસાભાઇ રઘુભાઈ ઝાલાની દિકરી કુ.કંચનબેને તેમાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો હતો,કંચનબેન નુ કહેવુ છે કે મારા મમ્મી દુધીબેન તથા મારા પપ્પા ઘુસાભાઈ ને આપણા ભારત દેશ મા આપણી સંસ્કૃતી આપણા દેશી પહેરવેશ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે તેને જીવંત રાખવા નો શોખ છે કંચનબેનને પ્રથમ ઇનામ આપી તેમનું સન્માન કરાતા વિજળીયા ગામ તેમજ ઝાલા પરીવારનું નામ રોશન કરતા ગૌરવની લાગણી છવાઇ રહી છે જેઓ નાની ઉંમરમાં હાલ ભારતીય જનતા પાર્ટીમા જીલ્લા મહિલા મોરચા ના મહામંત્રી તરીકે ની જવાબદારી નિભાવી રહયા છે.
Home સુરેન્દ્રનગર તરણેતરીયા લોકમેળામાં છત્રી હરીફાઈમાં થાનગઢ તાલુકા ના વિજળીયા ગામની કુ.કંચનબેને પ્રથમ નંબર...