Home આસ્થા પૂજા વખતે પીળા વસ્ત્રો પહેરવા કેમ મનાય છે શુભ …

પૂજા વખતે પીળા વસ્ત્રો પહેરવા કેમ મનાય છે શુભ …

135
0

હિંદુ ધર્મમાં ધાર્મિક કાર્યો સાથે ઘણી પરંપરાઓ જોડાયેલી છે. જે પહેલેથી ચાલતી આવી છે. દરેક દેવી-દેવતાની પૂજાથી લઈને પ્રસાદ પણ અલગ-અલગ હોય છે. ત્યારે કોઈપણ શુભ કે માંગલિક કાર્યોમાં શુભ રંગ પહેરવામાં આવે છે. જેમાં સફેદ, કાળો, વાદળી જેવા રંગો વર્જિત હોય છે. આ સિવાય લાલ, લીલા જેવા રંગો પહેરવા ઉપરાંત પીળા કપડા પહેરવા પર ભાર મૂકવામાં આવે છે. જાણો પૂજા કરતી વખતે પીળા કપડા પહેરવા સૌથી વધુ શુભ માનવામાં આવે છે..

પીળા રંગને પીતામ્બર પણ કહેવાય છે. આ ભગવાન શ્રીકૃષ્ણનું નામ છે. શ્રી કષ્ણને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પિતાંબર પહેરવામાં આવે છે ત્યારે રંગની સાથે સાથે જ્ઞાન પણ મળે છે. આ કારણોસર પીળો રંગ પહેરવા પર ભાર મૂકવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર પીળો રંગ ગુરુ સાથે સંબંધિત છે. ગુરુને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. જ્યારે વ્યક્તિ યોગ્ય જ્ઞાન મેળવે છે, ત્યારે તે જીવન અને મૃત્યુના સત્યને ઊંડાણપૂર્વક સમજે છે. જે પછી તેની અંદર શાંતિનો જન્મ થાય છે. તે વ્યક્તિની સાંસારિક મોહમાયા છૂટવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ પર જાય છે ત્યારે તેને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત રહેવુ જોઈએ. જો કોઈ વ્યક્તિનું મન સાંસારિક આનંદમાં મગ્ન હોય તે ક્યારેય મન અને હૃદયથી પૂજા કરી શકતો નથી. આવી સ્થિતિમાં પિતાંબર ધારણ કરીને મનને એકાગ્ર કરી શકાય છે, જેથી તમે પૂરા હૃદય અને ભક્તિથી ભગવાનની પૂજા કરી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here