Home દેશ RBI એ દેશવાસીઓના હિતમાં લીધો નિર્ણય…

RBI એ દેશવાસીઓના હિતમાં લીધો નિર્ણય…

195
0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત બીજીવાર દેશવાસીઓને હિતમાં નિર્ણય લઇ દેશના લોકોને ખુશખબરી આપી છે. જેને કારણે ઘર કે ગાડી લેવામાં હવે તકલીફ નહીં પડે. ઉલ્લેખનીય છેકે, આજે RBI ની મોનિટરી પોલીસી કમિટી એટલેકે MPC ની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે દેશવાસીઓને ફરી મોટી રાહત આપી છે. RBI ના આ નિર્ણયથી કરોડો ગ્રાહકોને તેનો લાભ મળશે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીમાં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે રેપો રેટ સર્વસંમતિથી 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

જો તમે બેંક દ્વારા વ્યાજ દરમાં વધારાથી ચિંતિત છો, તો હવે તમને રાહત થઇ જશે. 43મી મોનેટરી પોલિસી રિવ્યુ મીટીંગમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત બીજી વખત છે જ્યારે રેપો રેટ જૂના સ્તરે જ રહ્યો છે. અગાઉ એપ્રિલમાં મળેલી MPCની બેઠકમાં રેપો રેટને 6.5 ટકાના સ્તરે યથાવત રાખવામાં આવ્યો હતો.

MPC મીટિંગમાં લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ સર્વસંમતિથી 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વધતા મોંઘવારી દરને નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ મે 2022થી રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષે 4 ટકાના દરે ચાલતો રેપો રેટ આ વખતે વધીને 6.5 ટકા થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here