ખેડબ્રહ્મા : 6 મે
ખેડબ્રહ્મા એડી.ચીફ.જ્યુ કોર્ટ માં ચેક રીટર્ન ના કેસ માં આરોપી ને રૂ.૬,૦૦,૦૦૦/-નો દંડ તેમજ એક વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી.
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમા રહેતા મહેશભાઈ નારાભાઈ પટેલે હડાદ ગામના મેમણ રજાકભાઈ અમીભાઈ ને તા.૧૫/૦૭/૨૦૧૪ ના રોજ ટ્રાવેરા ગાડી રૂ.૬,૪૦,૦૦૦/- વેચાણ આપેલી જેની બાકી ની રકમ રૂ.૩,૦૦,૦૦૦/- પેટે આરોપીએ એકસીસ બેન્ક,હિંમતનગર શાખાનો તા.૦૭/૦૧/૨૦૧૫ ના રોજ નો રૂ.૩,૦૦,૦૦૦/- ચેક આપેલો જે ચેક આરોપી ના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોવાથી રીટર્ન થયેલ તે અંગે ફરિયાદએ વકીલશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ મારફતે નોટિસ આપેલ તે છતાં પણ લેણી રકમ ચૂકવી આપેલ નહીં તેથી ફરીયાદી એ નામદાર કોર્ટે માં ધી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ ની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ દાખલ કરેલ જે કેસ કોર્ટ માં ચાલી જતા ફરિયાદ પક્ષ ના વકીલશ્રી રાજેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તેમજ ધાર દાર દલીલોને ધ્યાનેલઇ નામદાર એડી.ચીફ.જ્યું.મેજી.સાહેબશ્રી એચ.એ.ઉપાધ્યાય દ્વારા આરોપીને કલમ ૧૩૮ મુજબના ગુનાહના કામે દોષિત ઠરાવી એક વર્ષ ની સાદી કેદ ની સજા તેમજ રૂ.૬,૦૦,૦૦૦/-નો દંડ કરવામાં આવ્યો તથા દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ની સજા નો હુકમ કરવામાં આવ્યો.