Home પાટણ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસ પાટણ જિલ્લાના પ્રવાસે…

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસ પાટણ જિલ્લાના પ્રવાસે…

178
0

પાટણ : 22 ઓગસ્ટ


પાટણની બે દિવસની મુલાકાતે આવેલ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ એ પ્રવાસના બીજા દિવસે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કરી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ તેઓએ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીની વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી હતી રાણી કી વાવની અદભુત કલાકોતણી શિલ્પ સ્થાપત્ય અને જગવિખ્યાત પટોળાની કારીગરી નિહાળી તેવો અભિભૂત બન્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણની બે દિવસની મુલાકાતે આવેલ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પોતાના પાટણ પ્રવાસની બીજા દિવસની શરૂઆત ઐતિહાસિક એવાં કાલિકા માતાનાં મંદિરે દર્શન કરીને કરી હતી. મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન ઐતિહાસિક રાણીની વાવ પરિસર ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રધાન સહિત તેમની સાથે રહેલા ભાજપના આગેવાનો કાર્યકરોએ રાણીની વાવમાં પ્રવેશ કરવા માટેની ટિકિટ ખરીદી હતી. રાણીની વાવ નિહાળી હતી અગાઉ ભાજપના પ્રધાનો અને ઉચ્ચ પદાધિકારીઓ વગર ટિકિટે રાણીની વાવ નિહાળતા હતા ત્યારે વિપક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખે વિરોધ ઉઠાવ્યો હતો જેને લઈ પ્રજાજનોમાં ભારે ટીકાઓ થઈ હતી ત્યારે ફરીવાર આવો વિવાદ ન સર્જાય તેને લઈ આજે કેન્દ્રીય પ્રધાન સહિતના ભાજપના આગેવાનોએ ટિકિટ ખરીદીને રાણીની વાવ નિહાળી હતી. વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવ ની મુલાકાત દરમિયાન તેઓએ બેનમૂન શિલ્પકલાને નિહાળી અભિભૂત થયા હતા. રૂપિયા 100 ની નોટ પર રાણ કી વાવ ની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારો પણ થયો છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યુ હતું કે મારું સૌભાગ્ય છે કે પાર્ટીએ મને પાટણના પ્રવાસે મોકલ્યો અને ઐતિહાસિક એવી રાણીની વાવ નિહાળવાનો મોકો મળ્યો એક રાણી પોતાના પતિને ભેટ આપે તે પરંપરા ભારતમાં છે જે વિશ્વમાં નહીં હોય અહીંની ડિઝાઇન અને કલાક કોતરણી અદભુત છે. ભારતના ઇતિહાસને અહીં દર્શાવવામાં આવ્યો છે. આ વાવમાં દરેક ભગવાન પોતાના પુરા સ્વરૂપમાં વાહન સાથે દર્શાવવામાં આવ્યા છે. આવી ઐતિહાસિક ધરોહરને દરેક વ્યક્તિએ નિહાળવી જોઈએ.

રાણ કી વાવની મુલાકાત બાદ કેન્દ્રીય પ્રધાને પાટણની શાન એવાં પટોળા નિહાળવા માટે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં પટોળા બનાવટ ની સમગ્ર પ્રક્રિયા થી તેઓ અવગત બન્યા હતા. પટોળાનું વણાટ કામ તેમજ તેના ઐતિહાસિક મૂલ્યની વિગત પણ મેળવી હતી. કેન્દ્રીય પ્રધાન દ્વારા પટોળા બનાવતા કારીગરોની સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે
પટોળા ની મુલાકાત દરમિયાન વિઝીટ બુકમાં ઉલ્લેખ કર્યો હતો કે
પાટણની મુલાકાત એ ખૂબ યાદગાર છે. પટોળા એ કલા અને વિજ્ઞાનનો સમન્વય છે. આ ભારતીય ધરોહર અમૂલ્ય છે આપણે બધાએ તેની જાળવણી કરી વધુમાં વધુ ફેલાવો કરવો જોઈએ સાલવી પરિવારે આ કલા 900 વર્ષથી જીવંત રાખી છે. તે પ્રેરણાદાયી છે હસ્તકલાના કસબીઓએ આજના આધુનિક યુગમાં પણ આ કલા જીવંત રાખી છે તેનું મને ગૌરવ છે

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here