Home આસ્થા 7 જૂને આજે સંકષ્ટી ચર્તુર્થી …. ગણપતિદાદાની આરાધનાનું વિશેષ માહાત્મ… આ રાશિના...

7 જૂને આજે સંકષ્ટી ચર્તુર્થી …. ગણપતિદાદાની આરાધનાનું વિશેષ માહાત્મ… આ રાશિના લોકોને થશે લાભ…

91
0

7 જૂન એટલે કે આજે સંકષ્ટી ચર્તુર્થી. ગણેશ ચતુર્થી દર મહિનામાં બે વાર આવે છે. શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંનેમાં ચતુર્થી નીતિથી આવે છે. જેમાં કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીની તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. ત્યારે આજે એટલે કે 7 જૂન 2023 ના રોજ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ગણપતિ ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્વ હોય છે. સાથે જ આ દિવસે ચંદ્રોદય થાય ત્યારે તેની પૂજા પણ કરવાની હોય છે.

સંકષ્ટી ચતુર્થી તિથિનો પ્રારંભ 6 જૂને રાત્રે 10 કલાકથી થયો છે. જેનું સમાપન 7 જૂને રાત્રે 11:00 કલાકે થશે. ઉદીયાતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થીનું વ્રત 7 જુને રાખવામાં આવશે. 7 જુને સાંજે 7 કલાક પછી પૂજાનું શુભ મુહૂર્ત છે. ચંદ્રમાને અર્ધ દેવાનો સમય રાત્રે 10.18 મિનિટે છે. બુધવાર અને સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે. સંકષ્ટી ચતુર્થીની તિથિ પર ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે સુખદ સાબિત થશે. આ સમય દરમિયાન મકર રાશિના લોકોને ધન લાભ થશે અને અટકેલું ધન પરત મળશે. તેમજ આવકના નવા સ્ત્રોત બનશે અને વાહન સુખ પણ વધશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને બઢતીની તક મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here