Home કાલોલ કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત આર એન્ડ બી હાઈસ્કૂલના નવીન વર્ગખંડોનું ધારાસભ્યના હસ્તે...

કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત આર એન્ડ બી હાઈસ્કૂલના નવીન વર્ગખંડોનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન

152
0

કાલોલ : 19 જાન્યુઆરી


કાલોલ તાલુકાના ડેરોલગામની આર એન્ડ બી હાઈસ્કૂલના વિકાસ માટે નવીન બનેલા ૭ વર્ગખંડોનું ગુરુવારે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડેરોલગામની આર એન્ડ બી હાઈસ્કૂલમાં હાલ જુનિયર કેજીથી ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ સુધીમાં ૧૧૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ‌ કરે છે જે વિદ્યાર્થીઓ પૈકી હાલ ૨૭ વર્ગખંડો ઉપલબ્ધ હોવાથી એ પર્યાપ્ત નહોતા જેથી ડેરોલગામ કેળવણી મંડળ દ્વારા ગામના એનઆરઆઈ‌ દાતાઓ બાબુભાઇ પટેલ, વિપુલભાઈ પટેલ તદ્ઉપરાંત સ્થાનિક દાતા મનહરભાઈ પટેલ એમ ત્રણ દાતાઓના સહયોગથી રૂ. ૫૫ લાખના ખર્ચે નવીન સાત વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. આ નવીન વર્ગખંડોના લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ પટેલ તેમજ દાતાઓમાં એનઆરઆઈ‌ બાબુભાઇ પટેલ, વિપુલભાઈ પટેલ, સ્થાનિક દાતા મનહરભાઈ પટેલ અને રોટરી કલબ ડેરોલસ્ટેશનના પ્રમુખ નિતેશભાઈ શાહ, શાળાના આચાર્ય અતુલભાઈ પટેલ સાથે શિક્ષકગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here