આણંદ: 14 એપ્રિલ
આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે કંપવા અને ધ્રુજારીના રોગ માટેનું ક્લીનીક ચલાવામાં આવે છે. સાથોસાથ હોસ્પીટલ પહોચી ન શકતા દર્દીઓ માટે ધ હિંલીગ ટ્રી અંતર્ગત ટેલિકન્સલ્ટેશન સેવાઓ દ્વારા ઘરેબેઠા રોગની સારવાર, દવા અને લેબ ટેસ્ટ કરવામાં આવે છે.
કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે કંપવા અને ધ્રુજારીના રોગ માટેનું ક્લીનીક કાર્યરત છે. જેમાં ન્યુરોલોજીસ્ટ ડો સોહમ દેસાઈ અને ડો તેજસ્વીની શાનભાગ દ્વારા રોગનું નિદાન અને સારવાર આપવામાં આવે છે. સાથોસાથ ધ હિલીંગ ટ્રીની હોમકેર સેવા અંતર્ગત ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા રોગ જેવા કે કંપવા-ધ્રુજારી, ખંચ, માઈગ્રેન, લકવો, ચેતાતંત્ર અને સ્નાયુઓના રોગની સારવાર ટેલિકન્સલ્ટેશન સેવાઓ અંતર્ગત ઘરેબેઠા પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ઘરે દવા અને લેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડર- કંપવાને કારણે દર્દીનું હલનચલન ધીરુ થવું,શરીર જકડાય જવું, ધ્રુજારી થવી વગેરે શારીરિક મુવમેન્ટ ડિસઓર્ડર અને ફિઝીયોથેરાપી અને રીહેબીલીટેશનની સારાવાર પણ ધ હિલીંગ ટ્રી ખાતે એક જ છત્ર હેઠળ પુરુ પાડવામાં આવે છે. કંપવાના રોગના એટવાન્સ સ્ટેજના દર્દીઓ માટે હોસ્પીટલ કેર પુરુ પાડવામાં આવે છે. જેમાં દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારા કરવામાં પ્રયત્ન કરવામાં આવે છે.