અંબાજી : 21 ફેબ્રુઆરી
અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ અને અંબાજી પરશુરામ પરિવાર ના આગેવાન દિનેશ ભાઈ મહેતા ની આગેવાની માં આજ રોજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ની ઓફીસ માં વર્ષો થી અંબાજી ની પ્રજા ના ગીત લક્ષી પ્રશ્નો પ્રત્યે બેદરકારી અને ઉદાસીનતા સેવાતી રહી છે જે બાબતે ગામ ના અમુક લોકો દ્વારા અવાર – નવાર રજૂઆતો પણ કરવામાં આવેલ છે તેમ છતાં ફક્ત આશ્વાસન આપી ને જે તે સમયે પાછા મોકલવામાં આવતા હતા ત્યારબાદ કોઈ કાર્યવાહી કે પ્રશ્નો ના નિકાલ બાબતે કોઈ લક્ષ સેવવામાં આવતું નહોતું,
આથી આ વખતે અંબાજી ના સ્થાનિક આગેવાનો દ્વારા મંદિર દ્વારા ગામ લોકો ની માંગણીઓ પ્રત્યે સેવાતું દુર્લક્ષ બાબતે ધ્યાન આપી યોગ્ય નિકાલ કરે તેવી માંગ સાથે આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલી છે.તેમજ જો ટુંક સમયમાં વર્ષો થી પડી રહેલ પ્રશ્નો બાબતે ધ્યાન આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી પણ આપવામાં આવેલ છે.
મંદિર ટ્રસ્ટ ને નીચેની બાબતો એ યોગ્ય નિકાલ કરવા માટે માંગણી કરાઇ છે
જેમાં
૧) અંબાજી મંદિર ના પાછળ આવેલ માનસરોવર લાકડા ગેટ ખોલવા
૨) મંદિર ટ્રસ્ટ ના ખાલી પડેલ મહેકમ અંગે ગામ ના સ્થાનિક યુવાનો ને રોજગાર આપવો
૩) ૫૧ શક્તિપીઠ ના મંદિરો ની ખાલી પડેલ પૂજારીઓ ની જગ્યાઓ ભરવા બાબતે
૪) ૫૧ શક્તિપીઠ ના મંદિરો માં બંધ કરાયેલ થાળ ને ફરી ચાલુ કરવા
જેવી અન્ય બાબતો અંગે વહેલી તકે નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નો નો નિકાલ કરવાની માંગણી કરાઇ છે જેમાં સ્થાનિક કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દિનેશ દાન ગઢવી અંબાજી ના શૈલેષ ભાઈ પટેલ સહિત ના આગેવાનો એ હાજરી આપી હતી.