Home મોરબી હળવદના રાણેકપર રોડ પર આવેલી આનંદ બંગલોઝ સોસાયટીમાં પવનપુત્રના પ્રાગટય દિવસે નવનિર્મિત...

હળવદના રાણેકપર રોડ પર આવેલી આનંદ બંગલોઝ સોસાયટીમાં પવનપુત્રના પ્રાગટય દિવસે નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

186
0
હળવદ :  16 એપ્રિલ

આજે ચૈત્ર સુદ પૂનમ ના પાવન દિવસે હળવદ ની આનંદબંગલોઝ સોસાયટી માં નવનિર્મિત હનુમાનજી ના મંદિર નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો.આ ત્રી દિવસીય મહોત્સવ માં જળયાત્રા,શોભાયાત્રા,હોમ હવન,યજ્ઞ,તેમજ મહાપ્રસાદ નું ભવ્ય અને દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું.આપ્રસંગે સમાજ ના શ્રેષ્ઠીઓ,મહાનુભાવો,સેવાભાવી વડીલો વગેરે નું સન્માન કવામાં આવેલ.રણેકપર રોડ પાર આ એક માત્ર હનુમાનજી ના મંદિર ના નિર્માણ કાર્ય માં સોસાયટી ના દરેક સભ્યો એ તન,મન,ધન થી સહયોગ આપી કાર્યક્રમ ને દિપાવ્યો હતો.આ શુભ કાર્ય ને સફળ બનાવવા માટે સોસાયટી ના તમામ રહીશો તેમજ વિદ્વાન ભૂદેવો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સમુહભાવના નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ હતું.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here