Home પાટણ સ્થાપના દિવસે મુખ્ય પ્રધાને પાટણમાં સમરસતા ભોજનની આગવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો

સ્થાપના દિવસે મુખ્ય પ્રધાને પાટણમાં સમરસતા ભોજનની આગવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો

144
0
પાટણ : 1 મે

ગુજરાત રાજ્યના ૬૨મા સ્થાપના દિનની ઉજવણીના રાજયકક્ષાના પાટણ જિલ્લા ખાતેના વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. સામાન્ય પરિવારની મહિલાઓએ પોતાના ઘરે બનાવેલું ભોજન જમો સાથે જમીને મુખ્યપ્રધાને પ્રતીતિ કરાવી સમરસતા ભોજનની આગવી પરંપરા નો પાટણ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો

મુખ્ય પ્રધાને પાટણ જિલ્લાની સામાન્ય પરિવારોની મહિલાઓના હાથે બનાવેલું ભોજન તેમની સાથે બેસીને ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પાટણ જિલ્લાના વિવિધ સમુદાય વર્ગની સામાન્ય પરિવારની મહિલાઓએ મુખ્ય પ્રધાન માટે પોતાના ઘરે અને પોતાના હાથે વિવિધ વાનગીઓ બનાવીને ભુપેન્દ્ર પટેલને હેત પૂર્વક જમાડ્યા હતા.
મુખ્યપ્રધાને સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન ‘સમરસતા ભોજન’ની નવી પરંપરાનો પ્રારંભ કરાવતા મહિલાઓના હાથે બનાવાયેલું ભોજન જનસમૂહ સાથે જમીને અદના સેવકની પ્રતિતી પણ કરાવી હતી.

આ ભોજન થાળમાં શિરો, કેરીનો રસ, સુખડી, મગનું શાક, રોટલા, કઢી, દાળ – ભાત, છાશ – માખણ જેવી ૧૩ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ ગુજરાતી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.

અહેવાલ:ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here