Home પાટણ સુરત થી રાધનપુર જતી એસટી બસના ચાલકે યુવતીની છેડતી કરતા પોલીસે કરી...

સુરત થી રાધનપુર જતી એસટી બસના ચાલકે યુવતીની છેડતી કરતા પોલીસે કરી ધરપકડ…

115
0

પાટણ: 20 મે


સુરત થી રાધનપુર જતી એસટી બસના ડ્રાઈવરે બસમાં બેઠેલી એક મહિલા મુસાફર યુવતીનો ચાલુ બસે દુપટ્ટો ખેંચી મધરાતે છેડતી કર્યાના આક્ષેપ કરાતા સમી એસ ટી બસ સ્ટેન્ડ પર વહેલી પરોઢે પાંચ વાગ્યે આ બસ આવી પહોંચતા પોલીસે બસના ડ્રાઈવરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે મૂળ સમી તાલુકાનાં વાવલ ગામનાં વતની અને હાલ તેમનાં સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પતિ પાસે રહેતી 22 વર્ષની એક યુવતી તેની જેઠાણીનાં શ્રીમંત પ્રસંગમાં હાજરી આપવા 18 મીએ રાત્રે સુરતથી રાધનપુર જતી એસ.ટી. બસ નં . ( GJ – Z – 1945 ) માં બેસીને પોતાનાં વતન સમીનાં વાવલ ગામે જવા માટે આવી રહી હતી . આ બસ રાત્રે ત્રણ વાગે વિરમગામ પહોંચી તે પછી બસનાં ચાલકે પોતે બસ ચલાવવાનાં બદલે બસનાં કંડકટરને બસનું સ્ટિયરીંગ સોંપી દઇને પોતે બસની કંડકટર સીટ ઉપર આવી બેઠો હતો .આ બસમાં આમહિલા ઉપરાંત અન્ય પાંચેક મહિલા અને 8 પુરુષ મુસાફરો બેઠા હતા . થોડીવાર પછી બસનાં ડ્રાયવરે ઉભા થઇને ઉપરોક્ત યુવતી જે સીટમાં બેઠી હતી તેની આગળની સીટમાં બેઠેલા પુરુષ મુસાફરનું ટી શર્ટ ખેંચ્યું હતું . જેથી આ મુસાફરે તેની સીટ બદલી નાંખી હતી. સવારે પાંચ વાગે આ બસ શંખેશ્વરથી સમી તરફ આવતી હતી ત્યારે બસ ડ્રાયવરે બદદાનતથી યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો. જે જોઇને અન્ય મુસાફરોએ તેને બચાવી હતી . ડ્રાઇવરને સમજાવીને બેસાડી દીધો હતો અને બસનો દરવાજો બંધ કરી દીધો હતો .આ વખતે આ યુવતિએ હેલ્પલાઇન ‘ 1091 ’ પર મદદ માટે પોલીસને ફોન કરતાં તેમણે કહેલું કે , અમને આવતાં હજુ વાર લાગશે તમે પોલીસને જાણ કરવાનું કહેતાં યુવતિએ પોતાનાં પતિને ફોન કરી જાણ કરતાં પતિએ પાટણ જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી તેનો ફોન નંબર આપતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી . બાદમાં આ બસ સમી બસ સ્ટેન્ડે પહોંચતા સવારે પાંચ વાગે સમી પોલીસ અહીં આવી પહોંચી હતી ને બસનાં ચાલકને પકડીને લઇ ગઇ હતી.

પોલીસે બસના ડ્રાઇવરનું નામ પૂછતાં તેનું નામ મહંમદ રજાક અનવરભાઇ ઘાંચી ( રહે . રાધનપુર ) હોવાનું જણાવ્યું હતું . આ બનાવ અંગે સમી પોલીસે મહિલા મુસાફરની ફરીયાદનાં આધારે બસ ચાલક સામે આઇ.પી.સી. 354 (A) મુજબ ગુનો નોંધ્યો હતો.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here