સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે બે નવા ધનવંન્તરી રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું . ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને બાંધકામ સાઇટ , કડિયાનાકા અને બાંધકામ વસાહત ઉપર વિનામૂલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે નવીન ધન્વંતરિ આરોગ્ય રથમાં ઉલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનું જિલ્લા કલેક્ટરશ્રી દ્રારા નીરક્ષણ કરાયું હતું.
રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સુત્ર અને સાર્થક કરવાની નેમ સાથે ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અમલમાં મુકાઇ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક ધનવંન્તરી રથ કાર્યરત હતો. આ સેવા છેવાડાના શ્રમિક સુધી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુ થી જિલ્લાને નવા ‘ બે ‘ ધનવંન્તરી રથ મળતા જિલ્લામાં કુલ ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથ થકી વધુ સારી સેવાઓ મળશે.
આ રથમાં શ્રમિકોને તાવ , બીપ, સુગર જેવી બીમારીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે. સાથે બાંધકામ શ્રમિકોને ઇ – નિર્માણ કાર્ડ, ઈ – શ્રમ કાર્ડ અને. ABHA કાર્ડ કાઢી આપવામાં આવે છે
આ પ્રસંગ MHU પ્રોજેક્ટ કો ઓડીનેટર ચેતનભાઈ કુંભાર, જિલ્લા બોર્ડ નિરીક્ષક સચિન બોદર જિલ્લા બોર્ડ પોગ્રામ મેનેજર સેજલબેન નાઈ અને ધન્વંતરિ રથના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
અહેવાલ.. રોહિત ડાયાણી, સાબરકાંઠા