કચ્છ : 10 મે
‘સહભાગિતા’ -કાર્યક્રમ ભુજ તાલુકામાં શાળા અને કોલેજ માં પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ બાબત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવનાર છે જેની શરૂઆત તારીખ ૯.૦૫.૨૨ ના રોજ શિશુનું ઈન્ટરનેશનલ સ્કૂલ થી કરવામાં આવી.
એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ અને સોલારીસ કેમટેક લી. ના સહયોગ થી શાળા ના ધોરણ ૫ થી ૯ ના બાળકો ને સિંગલ યુઝ પ્લાસ્ટિક ને વાપરવું નહીં તે અંગે ફિલ્મ દ્વારા સમજ આપી અને બાળકો દ્વારા આ અંગે શું કરી શકીએ તેની ચચાૅ કરવામાં આવી. બાળકો એ હકારાત્મક અને અસરકારક વિકલ્પ વિષે વાત કરી અને દરેક લોકો આ માટે પગલાં લે તે જણાવ્યું. શાળા ના ૯૧ બાળકો એ કાર્યક્રમ મા રસપૂર્વક ભાગ લીધો.