Home ક્રાઈમ ભિલોટ ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો……………..

ભિલોટ ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો……………..

107
0
પાટણ : 12 ફેબ્રુઆરી

રાધનપુર તાલુકાના જૂના ભીલોટ ગામે લગ્નપ્રસંગમાં ગાળો બોલવા મામલે બે યુવાનો વચ્ચે થયેલ બોલાચાલીમાં ગામના જમાઇએ ઉશ્કેરાઇ જઇ યુવતીના કાકા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું સારવાર અર્થે અમદાવાદ લઇ જવાતા રસ્તામાં મોત નિપજયુ હતું. બનાવને પગલે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.બંને ઇસમો દિલ્લી ખાતે રહેતા હતા અને લગ્ન પ્રસંગ અર્થે વતમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર તાલુકાના ભીલોટ ગામના મૂળ વતની અને છેલ્લા કેટલાય સમયથી ધંધાર્થે દિલ્લી ખાતે સ્થાયી થયેલા નારણભાઇ દેવજીભાઇ વણકર પોતાની ભત્રીજીના લગ્ન માટે ભાઇઓ સાથે વતન જુના ભીલોટ ગામે આવ્યા હતા. દરમ્યાન તા .૧૦ / ૨ / ૨૦૨૨ ના રોજ ભત્રીજી ગીતાની જાન કોલીવાડાથી આવી હતી . આ સમયે જાનના ઉતારા ઉપર જાનૈયાઓને ચા – પાણી નાસ્તો કરાવવામાં આવી રહયો હતો . ત્યારે ગામના જમાઇ અને સાંથલી ગામના વતની શંકરભાઇ મણીલાલ વણકર પણ જાનૈયાઓ પાસે ઉભો રહી ગાળો બોલતો હતો જેથી રમેશ દેવજી વણકરે તેને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમ્યાન શંકરભાઇએ ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રેહલ ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારથી રમેશભાઇ પર હુમલો કરી પગના ભાગે ગુપ્તી આરપાર કરી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા.આ દ્રશ્ય જોઇ જાનમાં આવેલા લોકો એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ત્યારબાદ ધારપુર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ઇજાગ્રસ્તની સ્થિતિ વધુ ગંભીર બનતા તેઓને અમદાવાદ રીફર કર્યા હતા. ઊંઝાથી મહેસાણા હાઇવે રોડ પર ambulance પસાર થઇ રહી હતી તે દરમિયાન શરીરમાંથી વધુ લોહી નીકળી જતાં રમેશભાઇનું મોત નિપજતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.હત્યાના બનાવ અંગે મૃતકના ભાઇએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

અહેવાલ :  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here