Home ખેડા વડતાલધામમાં ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” કાર્યક્રમ યોજાયો … , ધારાસભ્ય પંકજ દેસાઈ...

વડતાલધામમાં ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” કાર્યક્રમ યોજાયો … , ધારાસભ્ય પંકજ દેસાઈ અને IG એ આર્શીર્વાદ મેળવ્યા ……

269
0

વિશ્વપ્રસિદ્ધ તીર્થભુમિ વડતાલધામમાં ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ પોતે અનેકવાર હજારો બ્રાહ્મણોને જમાડતા , શતાબ્દીઓ પછી એ દ્રશ્ય ફરી ભકતજનોને નિહાળવા મળ્યું છે. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક સાથે હજારો બ્રાહ્મણોને સમૂહમાં પંકિતમાં પીરસીને ભોજન કરાવવામાં આવ્યું હતું. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વતિ પૂ. લાલજી મહારાજ સૌરભપ્રસાદજી  અને પુ. બાપુ સ્વામી વગેરે વડિલ સંતોના સાંનિધ્યમાં એક સાથે બે હજાર ભુદેવોની પંક્તિ થઈ હતી.

અધિકમાસ યજ્ઞમાં આહુતિઓ આપનાર ભુદેવોની વિશેષ પૂજા કરવામાં આવી.

યજ્ઞપુર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસીમાં ધારાસભ્ય પંકજ દેસાઈ અને આઈ જી.  એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદપુ ડો. સંત સ્વામી ,  પુ. બાપુ સ્વામી અને લાલજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આજે પ્રથમવાર આ દ્રશ્ય નજરે નિહાળી રહ્યા છીએ , સહુ સંતો ભક્તોએ આ અહોભાવ સાથે ભુદેવોનું પૂજન કરીને – ભોજન કરાવીને દક્ષિણા અર્પણ કરીને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ભુદેવના આશીર્વાદથી દ્વિશતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ન સંપન્ન થાય , એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ વિદ્વાન બળવંતભાઈ જાની , પંકજભાઈ વડોદરા , હિતેશભાઈ નારવાળા અમદાવાદ , તેજશભાઈ , સંજયભાઈ સેક્રેટરી , મહેન્દ્રભાઈ ટ્રસ્ટી , કૌશીક પટેલ વીએચપી ,શૈલેષભાઈ સાવલિયા અમદાવાદ વગેરે દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા પુ. શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here