Home દેશ પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં … ગુજરાતના MLA ને જવાબદારી...

પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં … ગુજરાતના MLA ને જવાબદારી સોંપાઇ….

240
0

દેશમાં પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇ ભાજપ સરકાર જાણે એકશન મોડ પર આવી ગઇ છે. અને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. વાત કરીએ તો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યુ છે તો તેલંગાણામાં BRS સત્તામાં છે. ત્યારે હવે ભાજપ કોંગ્રેસને પાછળ છોડી બંને રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનું કમળ લાવવા અત્યારથી જ સજ્જ થઇ ગયું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ભાજપ સરકારે ગુજરાત ભાજપના MLAને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપી છે.

કેન્દ્રીય ટીમ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની શુભ શરૂઆત કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક ધારાસભ્યોને મેદાને ઉતારવામાં આવ્યા છે. તેમાં ગુજરાત વિધાનસભામાં ચુંટાયેલા કુલ 18 ધારાસભ્યની પસંદગીની ખાસ યાદી બનાવીને મધ્યપ્રદેશની ચુંટણી માટે મોટી જવાબદારી માટે તૈનાત કરી દીધા હોવાનું રાજકીય સૂત્રો પાસેથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આગવી શૈલીમાં પ્રચાર પ્રસારે સહિત અવનવા રાજકીય દાવપેચ સાથે 150 બેઠકોનો ઐતિહાસિક વિક્રમ સ્થાપવામાં સહભાગી બનેલા 48 ધારાસભ્યની યાદી બનાવાઇ છે. 18 ધારાસભ્યની યાદીમાં સમાવેશ પામેલ ધારાસભ્ય તેમના પ્રદેશમાં ચૂંટણી જીતની રણનીતિમાં નિષ્ણાત માનવામાં આવે છે. દરેક ધારાસભ્યને મધ્યપ્રદેશમાં એક એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી.

ત્યારે ગુજરાતના 48 ધારાસભ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, અને મહારાષ્ટ્રના પસંદ કરાયેલા 230 ધારાસભ્યોને 19 ઓગસ્ટે ભોપાલમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવ શિવપ્રકાશ દ્વારા કેવી રીતે કામ કરવું તાલીમ અપાશે. 20 ઓગસ્ટે નિર્દેશ કણ વિધાનસભા વિસ્તારો માટે રવાના થશે. જ્યાં દરેક ધારાસભ્ય એક સપ્તાહ સુધી રોકાણ કરશે અને માહિતી એકત્ર કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરશે. આમ અન્ય રાજ્યોના ધારાસભ્યો કેન્દ્રીય નેતૃત્વના એમ્બેસેડર તરીકે મધ્યપ્રદેશ વિધાનસભા મતવિસ્તારોમાં ધામા નાખશે,

ક્યા ધારાસભ્યોને કઇ કામગીરી સોંપાઇ

પંકજભાઇ દેસાઈ (આંબેડકરનગર), અર્જુનસિંહ ચૌહાણ ( ખિલચીપુર), યોગેન્દ્રસિંહ પરમાર (સારંગપુર), યોગેશભાઇ પટેલ (ગંધવાની ), રમણમાઇ સોલંકી (દેપાલપુર), વિપુલભાઇ પટેલ (મંદસીર), કમલેશ પટેલ (નીમય).

આ ધારાસભ્યોની યાદીમાં આણંદના યોગેશ પટેલ , સોજીત્રા ધારાસભ્ય વિપુલ પટેલ, બોરસદ ધારાસભ્ય રમણ સોલંકી અને પેટલાદ કમલેશ પટેલનો તેમજ ખેડા જિલ્લાના નડિયાદ પંકજ દેસાઈ, મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ, ઠાસરાના યોગેન્દ્રસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠક પરથી દાવેદારોની એક પેનલ તૈયાર કરશે અને કેન્દ્રીય નેતૃત્વને અહેવાલ સુપરત કરશે. ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં જનાર દરેક ધારાસભ્યને નિર્દેશ કરાયેલી એક એક વિધાનસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here