Home સુરેન્દ્રનગર લીંબડીમાં પત્ની અને પુત્રીને ફોન કરવાની ના પાડતા 2 શખ્સોએ યુવાનો ઉપર...

લીંબડીમાં પત્ની અને પુત્રીને ફોન કરવાની ના પાડતા 2 શખ્સોએ યુવાનો ઉપર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો

109
0

સુરેન્દ્રનગર : 16 મે


લીંબડી લાતીપરામાં રહેતા યુવાને પોતાની પત્ની અને પુત્રીને ફોન કરી હેરાન કરતા શખસને ફોન કરવાની ના પાડી હતી. ઉશ્કેરાયેલા શખસે તેના ભાઈ સાથે મળીને યુવાન અને તેના પુત્ર ઉપર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
લીંબડી શહેરના લાતીપરામાં આવેલા હનુમાનજી મંદિર પાસે રહેતા અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપભાઈ સુખાભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે પિયર ગયેલી મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું હતું કે સંજય ગુણવંતભાઈ શ્રીમાળી મને અને આપડી પુત્રીને ફોન કરીને અપશબ્દો બોલે છે. તેને સમજાવો કે મને ફોન ન કરે. આ સાંભળીને હું અને મારો પુત્ર સુનિલ સંજયની પાંઉભાજીની લારીએ ગયા હતા. મારી પત્ની અને પુત્રીને ફોન નહીં કરવા સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ સંજય શ્રીમાળી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અમને પિતા-પુત્રને અપશબ્દો કહેવા લાગ્યો હતો. એટલામાં તેનો ભાઈ કમલેશ ગુણવંતભાઈ શ્રીમાળી આવી પહોંચ્યો હતો. બન્ને ભાઈઓએ ભેગા મળીને મને અને મારા પુત્ર સુનિલને ઢીકાપાટુનો માર મારી છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અમને વધુ માર ખાતા બચાવી લીધા હતા. અમને બન્નેને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here