Home પાટણ રાધનપુરમાં ડોક્ટર ટીમે બની દેવદૂત !

રાધનપુરમાં ડોક્ટર ટીમે બની દેવદૂત !

79
0

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે ડોક્ટરોએ સફળ ઓપરેશન કરી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાનાં પેટમાં થી 5 કિલોની ગાંઠ કાઢી. રાધનપુર ખાતે ડોક્ટરોએ સફળ ઓપરેશન કરી મહિનાને આપી રાહત. રાધનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક દુર્લભ સર્જરી હાથ ધરાઈ હતી. સર્જરીની મદદથી ગાંઠ દૂર કરીને ડોક્ટરોએ વર્ષોથી પેટના દર્દથી પીડાતી મહિલાનો જીવ બચાવ્યો છે.

મહિલાના પેટમાં 24×29 સેન્ટીમીટરની ગર્ભાશયની કોથળીમાં 5 કિલોની ગાઠ હતી. આટલી મોટી ગાંઠના કારણે મહિલાનું લોહી ઘટવાના કારણે તેની આડ અસરો  હૃદય , કિડની ,ફેફસાં જેવા મહત્વના અંગો પર થાય છે. આ પ્રકારના દર્દીને બેભાન કરવામાં પણ જોખમ હોય અને તેના કારણે ઓપરેશન જટિલ બની જાય છે. 1 લાખ દર્દીમાં એક વ્યક્તિને આ પ્રકારની ગાંઠ જોવા મળતી હોય છે. ડૉ.પ્રકાશ પિંડારીયા જેઓ ગાયનેક સર્જન છે. તેઓ જણાવે છે કે, તબીબ ટીમે અથાગ મહેનત કરી જટિલ ઑપરેશન પાર પાડ્યું હતું.

Previous articleજુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Next articleજામનગરમાં વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા અને ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here