Home પાટણ રબારી સમાજમાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજો દૂર કરવા અંગે પાટણમાં નવું બંધારણ...

રબારી સમાજમાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજો દૂર કરવા અંગે પાટણમાં નવું બંધારણ રચાયું…

210
0

પાટણ : 1 ઓગસ્ટ


રબારી સમાજમાં થતા સામાજિક રીત રિવાજ અને ખોટા ખર્ચાઓ દૂર કરવા માટે પાટણની ગોપાલક શિક્ષણ સંકુલ ખાતે રબારી સમાજ સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ બેઠકમાં સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા બંધારણની રચના કરવામાં આવી હતી જે બંધારણને સર્વનું મતે મંજૂર કરાયું હતું .

રબારી સમાજે સમય સાથે કદમ મિલાવીને સામાજિક રીત રિવાજોમાં ફેરફાર અપનાવવાની દિશામાં કદમ માંડ્યા છે જે અનુસંધાને પાટણમા સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદ તરભ વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ , મહંત પ્રભાત કાકા , પીરાણા ધામના મહંત બળદેવજી બાપુ , રામ અખાડા ચવેલીના મહંત શંકરનાથજી બાપુ અને મહંત સંતરામ કાકા ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી આ બેઠકમાં લગ્ન પ્રસંગ , સગાઈ શ્રીમંત પ્રસંગ , પુનઃલગ્ન , માતાજી ની રમેલ સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચને બંધ કરીને સમાજે નક્કી નવા બંધારણ મુજબ ખર્ચા કરવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ નવા બંધારણને કરવાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું આ બંધારણનો અમલ રક્ષાબંધનના પવિત્ર દિવસથી કરવામાં આવશે.


સામાજિક આગેવાન અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણમાંથી એક સારી શરૂઆત થઈ છે રબારી સમાજમાં જે જુના રીત રિવાજોમાં કુરિવાજો હતા તેને દૂર કરી નવું બંધારણ નક્કી કરાયું છે તેનાથી સમાજને મોટો ફાયદો થશે અને યુવા પેઢીનું ભવિષ્ય ઉજવળ બનશે પાટણ એ રબારી સમાજની રાજધાની છે પાટણમાંથી જે નક્કી થાય છે તે ગુજરાતના 14 પરગણાએ અમલમાં મૂકવું પડે છે માટે સમાજમાંથી પકુરીવાજો દૂર કરવા માટેનું બંધારણ પાટણમાંથી નક્કી થયું છે તેનું સમગ્ર ગુજરાતમાં અમલ થશે

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here