પાટણ : 4 મે
યોગાંજલિ કેળવણી મંડળ દ્વારા છેલ્લા ૪૮ વર્ષથી શેક્ષણિક અને નબળાવર્ગની બહેનોને આર્થિક રીતે પગભર કરવા અને સ્વરોજગાર ક્ષેત્રે સંસ્થા દ્વારા આજ દિન સુધી કુલ ૩૦૦૦૦ થી વધુ શહેરી અને ગ્રામીણ બહેનોને વિવિધ રોજગારલક્ષી તાલીમ આપી સ્ત્રીઓને સમાજમાં પુરુષ સમોવડી આત્મનિર્ભય બનાવવામાં અને સન્માનભેર જીવન જીવવા માટેના ભાગીરથ કામ કરે છે.
તાજેતરમાં સંસ્થા દ્વારા કુલ ૨૦૦ બહેનોને સીવણ તેમજ બ્યુટીપાર્લરની નિશુલ્ક તાલીમ આપવમાં આવી. આ તાલીમ લીધા બાદ બહેનો સ્વરોજગારી મેળવી કુટુંબને આર્થિક મદદરૂપ થશે .
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય પ્રવીણ મોદી જાહન્વીબેન શુક્લે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરેલ તેમજ સંસ્થાના નિયામક રમીલાબેન દ્વારા તાલીમાર્થી બહેનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાયલબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અંદાજીત ૨૫૦ થી વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગાંજલિ પરિવારના સ્ટાફગણ ઉત્સાહ પૂર્વક સહયોગી બન્યા હતા.