Home ક્ચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડાના આજરોજ જન્મદિવસ નિમિતે વિવિધ સેવા કાર્યો

મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડાના આજરોજ જન્મદિવસ નિમિતે વિવિધ સેવા કાર્યો

139
0
કચ્છ : 6 માર્ચ

કચ્છ / મોરબીના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના કરુણા, હમદર્દી અને ઉદારતાના સંગમ સમા વિનોદભાઇ ચાવડાના આજરોજ જન્મદિવસ નિમિતે તેમના શુભેચ્છકો દ્વારા કચ્છના દશે તાલુકા તથા માળીયા – મોરબી વિસ્તારમાં વિવિધ સેવા કાર્યો કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં કૂપોષિત બાળકોને દત્તક લઈ સુષોપિત કીટ વિતરણ, વૃક્ષા રોપણ, સ્વચ્છતા અભિયાન, રાશન કીટ વિતરણ, ગાયોને નીરણ, બ્લડ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમનો અર્હિભાવ જોઈ સાંસદ વિનોદભાઇ ચાવડાએ તમના પ્રત્યે લોકો, સ્નેહીજનો, કાર્યકર્તાઓ ની સદભાવના – લાગણી અને બધેજ લોકસેવાના કાર્યો કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે સતત લોક લાગણી, સહકાર, પ્રોસ્તાહન, અનહદ સ્નેહ, આર્શિવાદ થકી જન હિતેશી કાર્યો માટે મને શક્તિ – હુંફ મળી છે, હૂઁ સદૈવ પ્રજાની વચ્ચે સંપર્ક સંવાદ અને સેવા થી જોડાયેલા રહેવા કૃત સંકલ્પ છુ.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here