Home પાટણ પ્રદેશ મીડિયા સેલ દ્વારા પાટણમાં મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો…..

પ્રદેશ મીડિયા સેલ દ્વારા પાટણમાં મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો…..

120
0
પાટણ : 5 માર્ચ

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉપક્રમે મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમા ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના કર્મીઓએ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી .

પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉપક્રમે યોજાયેલ મીડિયા સંવાદ કાર્યક્રમ પાટણ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓએ જિલ્લાના પ્રાણ પ્રશ્નો જેવા કે નર્મદા યોજના અંતર્ગત સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નો , રેલવે ના નવા રૂટ શરૂ કરવા બાબતે , જિલ્લામાં માળખાગત રોજગારી ઊભી કરવા સહિતના અનેક પ્રજાકીય પ્રશ્નો અંગેની રજૂઆતો કરી હતી . આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા ને પણ પ્રિન્ટ મિડિયાની જેમ સરકારી લાભો મળતા થાય અને તેમને પણ વીમા કવચ પુરુ પાડવામાં આવે તે અંગેની રજૂઆતો કરાઈ હતી . મીડિયા સંવાદ કાર્યક્રમમાં ભાજપના મીડિયા સેલના ઉત્તર ઝોનના કન્વીનર હિતેન્દ્ર પટેલ , હિતુ કનોડિયા રેખાબેન ચૌધરી સહિતના આગેવાનોએ પત્રકારો ના વિવિધ પ્રજાકીય પ્રશ્નો સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સરકારને રજૂઆત કરવા આવશે તેવી હૈયાધારણા આપી હતી.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here