Home પાટણ પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

266
0

પાટણ : 31 ઓગસ્ટ


પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઇ શક્તિસિંહ ગોહિલ ની બનાસકાંઠા જિલ્લા માં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ શક્તિસિંહ ગોહિલ નો વિદાય અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય અગ્રણી શૈલેષભાઈ પટેલ , મુકેશભાઈ પટેલ , મનોજભાઈ પટેલ તેમજ સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કર , એમ .ડી . પંડ્યા સહિતના મહાનુભાવો તેમજ એલસીબી ,એસઓજી ,બી ડિવિઝન ,એ ડિવિઝન ,ચાણસ્મા પોલીસ સ્ટાફ ના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિદાય લઈ રહેલા શક્તિસિંહ ગોહિલને શ્રી ફળ સાકર તેમજ મોમેન્ટો આપીને શુભકામનાઓ પાઠવી હતી અને પી.આઈ શક્તિ ગોહિલે ચાણસ્મા તેમજ પાટણ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ ખૂબ જ સુંદર રીતે પોતાની જવાબદારી સંભાળી હતી અને હવે બનાસકાંઠામાં પણ તેઓ શારી કામગીરી કરી લોકોને મદદરૂપ બને અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી .


ત્યારે વિદાય લઇ રહેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પી.આઈ નું પ્રમોશન મળ્યા બાદ પ્રથમ પોલીસ સ્ટેશન ચાણસ્મા ખાતે ચાર્જ સાંભળ્યો હતો અને 17 થી 18 મહિના જેટલી કામગીરી કર્યા બાદ પાટણ બી ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો હતો .છેલ્લા 12 -13 મહિનાથી તેઓ પાટણ શહેરમાં કામગીરી સંભાળી રહ્યા હતા .ત્યારે આ સમયગાળામાં તેમને તેમના પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશન સ્ટાફ અને લોકો દ્વારા ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો .તેના કારણે તેમને કામગીરીમાં સારી એવી સફળતા મળી હતી. તે બદલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો .આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા શક્તિસિંહ ગોહિલના વિદાય સમારંભમાં તેમના માતા પિતા સહિત પોલીસ સ્ટાફના અધિકારીઓ અને સોસાયટીના રહીસો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને પી આઇ ગોહિલ ને વિદાય આપી હતી .

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here