Home પાટણ પાટણ વર્લ્ડ નંબર-1 ના નગરસેવક મનોજ પટેલ નું વહીવટી તંત્ર દ્વારા કરાયું...

પાટણ વર્લ્ડ નંબર-1 ના નગરસેવક મનોજ પટેલ નું વહીવટી તંત્ર દ્વારા કરાયું વિશેષ સન્માન..

105
0

પાટણ : 5 મે


ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વહીવટી તંત્રના સાથે રહીને વિવિધ કાર્યક્રમોમાં મહત્વનું યોગદાન આપવા બદલ વોર્ડ નંબર 1 ના ઉત્સાહી નગરસેવક અને સેવાભાવી એવા મનોજ પટેલનું આજે વહીવટીતંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઇને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર 1 ના નગરસેવક મનોજ પટેલ દ્વારા નગરદેવી કાલિકા માતા ના મંદિર સામે આવેલ પ્રાચીન કુંડની નગરપાલિકાના કર્મચારીઓ ને સાથે રાખી સ્વચ્છતા કરવામાં આવી હતી અને આ કુંડમાં માટીમાં ધરબાયેલા પ્રાચીન દેવી-દેવતાઓની પ્રતિમાને બહાર કાઢી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી તો સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ કાલિકા કુંડ ખાતે મહાઆરતી અને ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં નગરસેવક દ્વારા આપવામાં આવેલા યોગદાન બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અધિકારી સચિન કુમાર ના હસ્તે મનોજ પટેલની ગુજરાત ગૌરવ અને રાણીની વાવનું સ્મૃતિ ચિન્હ તેમજ પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here