Home પાટણ પાટણ રેલવે સ્ટેશન ખાતે સો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ રેસી ફરકતો. સંસદ ભરત...

પાટણ રેલવે સ્ટેશન ખાતે સો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ રેસી ફરકતો. સંસદ ભરત ડાભી એ રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો…

94
0

પાટણ : 6 મે


પાટણ રેલ્વે સ્ટેશન ખાતે આજે સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ૧૦૦ ફૂટ ઊંચા, ૨૦ બાય ૩૦ ફૂટના રાષ્ટ્ર દ્વાજ ને સલામી આપી ખુલ્લો મુકાયો છે. આ રાષ્ટ્ર ધ્વજ હવે પાટણ વાસીઓ માટે ગૌરવ બની રહેશે. શહેરના કોઈપણ માર્ગ પરથી આ ઊંચા તિરંગાને લોકો જોઈ શકશે. સાથે સાથે ત્રિરંગાની સાથે દેશપ્રેમની લાગણી પણ લોકોમાં વધશે.

પાટણના લોકપ્રિય સાંસદ ભરત સિંહ ડાભી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, રેલ્વે ડી આર એમ તરુણ જૈન સહીત નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટર સહીતની ઉપસ્થિતિમાં દેશના દુલારાને ખુલ્લો મુકાયો છે. આ સાથે આજે રાષ્ટ્રગાન સાથે તેને સૌએ સલામી આપી હતી

ધ્વજના લોકાર્પણ બાદ સાંસદ ભરત સિંહે સિદ્ધપુર રેલ્વે મથક પર નવીન ટીકીટ બુકિંગ ઓફિસનું પણ લોકાર્પણ કર્યું હતું .
તેમણે પાટણ શહેરમાં રેલ્વે ફાટકની વિવિધ સમસ્યાઓ અને નવીન સુરત સુધી ટ્રેન ચાલુ કરવાની રજૂઆત ડી આર એન તરુણ જૈન ને કરી હતી

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here