Home Other પાટણ જિલ્લા આપના મહિલા મોરચા પ્રમુખ ભાજપમાં જોડાયા…

પાટણ જિલ્લા આપના મહિલા મોરચા પ્રમુખ ભાજપમાં જોડાયા…

104
0
પાટણ : 19 જાન્યુઆરી

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાની પાર્ટીને મજબુત બનાવવાની કામગીરીમાં પરોવાઈ છે. ત્યારે બુધવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ કિંજલ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઉપસ્થિત ભાજપ આગેવાનો દ્વારા તેમને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડાવા બદલ આવકારવામાં હતા. કિંજલબેન પ્રજાપતિની સાથે સાથે ભાવનાબેન પ્રજાપતિ પણ ભાજપમાં જોડાતા તેઓને પણ ખેશ પહેરાવી આવકાર્યા હતા.આ બન્ને મહિલાઓને પાર્ટીની કાર્યપ્રણાલીથી વાકેફ કરી પાર્ટીનાં કામમાં લાગી જવા હાકલ કરવામાં આવી હતી.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here