Home પાટણ પાટણ કોલેજના અંડરપાસમાં મેટલ કપચી અને ધૂળથી વાહનચાલકો ત્રસ્ત…

પાટણ કોલેજના અંડરપાસમાં મેટલ કપચી અને ધૂળથી વાહનચાલકો ત્રસ્ત…

103
0

પાટણ : 7 મે


પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ નગરજનો બની રહયા છે . શહેરના કોલેજ અંડરપાસમાં પથરાયેલી મેટલ – કપચીના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોના વાહનોમાં પંચર પડવા તેમજ વાહનો સ્લીપ થઇ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે . છેલ્લા એક મહિનાથી નગરપાલિકાએ અંડરપાસમાં પાથવેની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેના રો – મટીરીયલનો સામાનનો કચરો દુર ન કરતા આજે કોલેજમાં આવતા વિધાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

પાટણ શહેરના રાજમહેલ રોડ પર એનજીઇએસ કેમ્પસમાં આવન – જાવન કરવા માટે બનાવવામાં આવેલા અંડરપાસમાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં અંડરપાસની મધ્યમાં રાહદારીઓ માટે પથીક વે બનાવવામાં આવ્યો હતો . આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા તેના રો મટીરીયલ કપચી , મેટલ તેમજ રેતી જેવો સામાન હજુ સુધી દુર કરવામાં આવ્યો નથી ત્યારે છેલ્લા એક મહિનાથી અંડરપાસના માર્ગ પર પથરાયેલી મેટલ – કપચીના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો સ્લીપ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે . શુક્રવારની સવારે એક વાહનચાલક વળાંક પર મેટલ કપચીના કારણે સ્લીપ થઇ જવાથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી . તો કેટલાક ટુવ્હીલર વાહનોમાં મેટલ કપચીના કારણે પંચર પડી જવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા હતા ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કોલેજ અંડરપ્રાસમાં પથરાયેલ કપચી – મેટલ અને રેતી સત્વરે દુર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે .

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here