Home પાટણ પાટણમાં મોદી સમાજ દ્વારા બહુચર માતાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી …

પાટણમાં મોદી સમાજ દ્વારા બહુચર માતાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી …

218
0
પાટણ : 7 ફેબ્રુઆરી

વસંત પંચમીના દિવસે પાટણ શહેરમાં મોઢ મોદી ઘાંચી સમાજ દ્વારા બહુચર માતાના મંદિરથી પરંપરાગત રીતે માતાજીની પાલખી યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જય બહુચર ના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેને લઇ સમગ્ર વાતાવરણ માં બહુચર ના નાદથી ગુંજી ઉઠ્યું હતું .

પાટણમાં મોદી સમાજ દ્વારા બહુચર માતાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી

પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલી રામશેરી ખાતે શ્રી બાળા બહુચર માતાનું મંદિર આવેલું છે આ મંદિર પાટણ મોઢ મોદી ઘાંચી સમાજ ના કુળદેવી નું છે ત્યારે આ મંદિર પરિસર થી દર વર્ષે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે માં બહુચરની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે . ત્યારે ચાલુ વર્ષે માતાજીના સ્થાનકે થી હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી હતી જય બહુચર ના નાદ સાથે પ્રસ્થાન પામેલી પાલખી યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ આગેવાનો જોડાયા હતા શહેરના વિવિધ માર્ગો ઉપર નગરજનો દ્વારા પાલખી યાત્રા નું સન્માન કરવામાં આવ્યું હતું . સમગ્ર દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી નાબૂદ થાય તે માટે મોદી સમાજના લોકોએ માતાજી સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.
પાટણમાં મોદી સમાજ દ્વારા બહુચર માતાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી
કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનો દ્વારા પાલખીયાત્રામાં વિવિધ રાસ મંડળીઓ , રથ , શણગારેલા ઊંટ તેમજ વિવિધ ટેબલો તથા જાહેર માર્ગો ઉપર ઉભા ઉભા કરતા નાસ્તા શરબત અને પ્રસાદ ના સ્ટોલ બંધ રાખ્યા હતા .

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here