Home પાટણ પાટણમાં ત્રણ દરવાજે સધી માતાના મંદિરે યોજાઇ…

પાટણમાં ત્રણ દરવાજે સધી માતાના મંદિરે યોજાઇ…

99
0

પાટણ : 9 મે


શહેરના હાર્દ સમા ત્રણ દરવાજા ખાતે બિરાજમાન સધી માતાના મંદિર પરિસર ખાતે પ્રથમ વખત રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુવજીઓએ પાટ પર બિરાજમાન થઈ શ્રદ્ધાળુઓને શુભાષીશ આપ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

પાટણ શહેરના ત્રણ દરવાજા ખાતે બિરાજમાન શ્રી સધી માતાનું મંદિર પાટણ શહેર સહિત પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દરરોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. દર રવિવારે મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે અને લોકો પોતાની બધા માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. ત્યારે રવિવારે રાત્રે સધીરામ મિત્ર મંડળ દ્વારા મંદિર પરિસર ખાતે પ્રથમ વખત રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રમેલ ના દર્શન માટે ઉમટી પડ્યા હતા તો ભુવાજી ગેમરભાઈ સહિતના ભૂવાઓએ પાટ ઉપર બિરાજમાન થઈ ધૂણ દ્વારા સારા વર્ષ અને શુભફળના આશીર્વાદ આપ્યા હતા.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here