Home ક્ચ્છ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધા

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધા

125
0

કચ્છ: 22 જાન્યુઆરી


વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે, શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે, 23મી જાન્યુઆરી, 2023 ના રોજ દેશભરની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે, જે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે, જેથી વિદ્યાર્થીઓને મહાન નેતાના જીવન વિશે પ્રેરણા મળે અને તેમનામાં દેશભક્તિની ભાવના ઉભી થાય. આ સાથે જ, વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે એક અનોખી પહેલમાં, દેશભરમાં 500 વિવિધ કેન્દ્રીય વિદ્યાલયો (KV)માં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચિત્ર સ્પર્ધામાં વિવિધ CBSE શાળાઓના વિદ્યાર્થીઓ, રાજ્ય બોર્ડ, નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની આ અનોખી રચનાત્મક અભિવ્યક્તિમાં વૈવિધ્યસભર સહભાગિતા જોવાની અપેક્ષા છે. સ્પર્ધાની થીમ વડાપ્રધાન દ્વારા લખાયેલા પુસ્તક પર આધારિત ‘એક્ઝામ વોરિયર’ બનવાની છે.
સમગ્ર દેશમાં આ ચિત્ર સ્પર્ધામાં કુલ પચાસ હજાર વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. નોડલ કેન્દ્રીય વિદ્યાલય, જ્યાં આ કાર્યક્રમ યોજાનાર છે, આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના 100 વિદ્યાર્થીઓ ભાગ લેશે. વ્યાપક રીતે 70 વિદ્યાર્થીઓને જિલ્લાની રાજ્ય બોર્ડની નજીકની શાળાઓ અને CBSE શાળાઓમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે, 10 સહભાગીઓ નવોદય વિદ્યાલયમાંથી અને 20 વિદ્યાર્થીઓ નોડલ કેન્દ્રીય વિદ્યાલય તેમજ નજીકની કેન્દ્રીય વિદ્યાલય માંથી, જો જિલ્લામાં કોઈ હોય તો. પાંચ શ્રેષ્ઠ એન્ટ્રીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓના પુસ્તકોના સેટ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો અને પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ચિત્ર સ્પર્ધાની ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 ભુજ (સેના) ને 23મી જાન્યુઆરી 2023ના રોજ કચ્છ જિલ્લામાં આ સ્પર્ધા યોજવા માટે નિયુક્ત કરવામાં આવી છે.કેન્દ્રીય વિદ્યાલય, નંબર 2 ભુજ (સેના) માં 23 જાન્યુઆરીએ ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવશે. પરીક્ષામાં સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્રો પર આધારિત ચિત્રકામ સ્પર્ધા 23 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય વિદ્યાલય ભુજ ખાતે યોજાશે. જેમાં શહેરની 18 શાળાઓના હોનહાર 100 વિદ્યાર્થીઓ કેનવાસ પર પોતાનું કૌશલ્ય દર્શાવશે. આચાર્ય રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે ચિત્ર સ્પર્ધા સવારે 10 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે. ચિત્ર બનાવવા માટે જે થીમ રાખવામાં આવી છે તે વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાં પસંદ થયેલ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સેનાનીઓના પુસ્તકો અને રોકડ પુરસ્કાર અર્પણ કરીને સન્માન કરવામાં આવશે. બધા સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર અને પરીક્ષા યોદ્ધા પુસ્તક આપવામાં આવશે
શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે ક્રેયોન કલર્સ, આર્ટ પેપર આપવામાં આવશે.

 

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here