પેટલાદ:૭ જાન્યુઆરી
પંજાબ ખાતે એક કાર્યક્રમ માં હાજરી આપવા માટે ગયેલા દેશ નાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષા વ્યવસ્થા માં પંજાબ સરકાર ના યોગ્ય આયોજન ના અભાવે ચૂક થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાન ને ખતરામાં મુકી, આના વિરોધ અર્થે આજરોજ ગાંધી ચોક, પેટલાદ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં નો કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ,ખંભાત ના ધારાસભ્ય મયુરભાઈ રાવલ, જીલ્લા મહામંત્રી રમણભાઇ સોલંકી, પૂર્વ મંત્રી સી.ડી પટેલ, કિશાન મોરચા પ્રદેશ ઉપપ્રમુખ દીપકભાઈ બોરિયા, જિલ્લા મંત્રી નયનાબેન પટેલ તથા ધર્મેશ ભાઈ મિસ્ત્રી, પેટલાદ નગરપાલિકા પ્રમુખ અને પેટલાદ તાલુકા સંગઠન પ્રમુખ, પેટલાદ શહેર સંગઠન પ્રમુખ, વિદ્યાનગર શહેર સંગઠન, ખંભાત તાલુકા સંગઠન અને સર્વ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.